
ગુજરાતમાં હવે આંતરરાષ્ટ્રીય મહત્વના 5 વેટલેન્ડને માન્યતા : અહીં સારસ, હંજ જેવા પંખી ઉપરાંત ચિંકારા, રણ લોમડી, હેણોતરો, રણ બિલાડી, વરૂ પણ રહે છે : શિયાળામાં હજારો પંખીઓ યુરોપથી આવે છે
રાજકોટ, : રાજકોટથી આશરે 300, અમદાવાદથી 410 અને કચ્છના ભૂજથી 80 કિ.મી.ના અંતરે બન્ની વિસ્તાર નજીક આવેલા છારી ઢંઢના આરક્ષિત વિસ્તારને આજે ‘રામસર સાઈટ’ તરીકે વૈશ્વિક માન્યતા અપાઈ છે. સોમવાર તા. 2ના વિશ્વ વેટલેન્ડ દિવસ પૂર્વે આ જાહેરાતથી કચ્છનું આ પ્રથમ સ્થળ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તાર અર્થાત્ આદ્ર ભુમિ (વેટલેન્ડ) બન્યું છે.
