
Budget 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ સતત 9મી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. 85 મિનિટના બજેટ ભાષણમાં તેમણે 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોર, 3 નવા AIIMS અને કેન્સરની દવાઓ સસ્તી કરવાની જાહેરાત કરી છે. આ બજેટમાં MSME, સેમિકન્ડક્ટર, આયુષ સંસ્થા અને મેડિકલ ટુરિઝમ હબ જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક રોકાણની દરખાસ્ત કરવામાં આવી છે. ખેડૂતો માટે બહુભાષી AI ટૂલ અને નાના કરદાતાઓ માટે ઓટોમેટેડ પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. સાથે જ સોલર એનર્જી, માઇક્રોવેવ અને ટેક્સટાઇલ નિકાસને પ્રોત્સાહન આપવા માટે કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર કરાયા છે. ત્યારે હવે કેન્દ્રીય બજેટ 2026-27 પર પક્ષ વિપક્ષના નેતાઓને પ્રતિક્રિયાઓ સામે આવી છે.
