
Balochistan Violence : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રદેશમાં પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી ‘ઑપરેશન હેરોફ’ (Operation Herof) શરૂ કર્યા બાદ પ્રદેશના અનેક શહેરોમાં ભારે હિંસા અને સેના સાને ઘર્ષણના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલાના કારણે પાકિસ્તાની સેના અનેક પડકારો સહિત બીએલએના હુમલાનો સામનો કરી રહી છે. છેલ્લા 48 કલાકથી ચાલી રહેલી હિંસા અને ઘર્ષણ વચ્ચે અનેક લોકોના મોત થયા હોવાના અને બીએલએએ અનેક શહેરો પર કબજો કર્યો હોવાની વિગતો સામે આવી છે.
BLA વધુ 12 શહેરો પર કબજો કર્યો
મીડિયા અહેાલો મુજબ પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ ‘ઑપરેશન હેરોફ’ (Operation Herof)નો પ્રથમ તબક્કો પુરો કર્યા બાદ બીજા તબક્કામાં રાજ્યના 14થી વધુ શહેરો પર હુમલા કરી બોમ્બ ધડાકા કર્યા છે, તો સેનાઓ પણ વળતો જવાબ આપી મોટાપાયે કાર્યવાહી કરી છે.
