
US-Israel Secret Meeting : મિડલ ઈસ્ટ અત્યારે ફરી એકવાર વિનાશક યુદ્ધના ઉંબરે આવીને ઊભું છે. અહેવાલ મુજબ, ગત શુક્રવારે વોશિંગ્ટન સ્થિત અમેરિકાના સંરક્ષણ મંત્રાલય ‘પેન્ટાગોન’માં અમેરિકા અને ઇઝરાયલના ટોચના સૈન્ય નેતાઓ વચ્ચે એક અત્યંત ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમેરિકન જનરલ ડેન કેન અને ઈઝરાયલના ચીફ ઓફ સ્ટાફ આયલ જમીર વચ્ચે બંધ બારણે ચર્ચા થઈ હતી, જેના કેન્દ્રમાં ઈરાન હોવાનું માનવામાં આવે છે.
ઈઝરાયલમાં હલચલ તેજ
આ બેઠક કેટલી મહત્વની હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આયલ જમીર વોશિંગ્ટનથી પરત ફરતા જ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સુરક્ષા અધિકારીઓ સાથે તાબડતોબ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.
