
Pakistan and BLA attack News : બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને બલૂચ લિબરેશન આર્મી (BLA) વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગે હવે નવો વળાંક લીધો છે. BLA દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન હેરોફ’ના બીજા તબક્કામાં મહિલા ફિદાયીન (આત્મઘાતી) હુમલાખોરોએ પાકિસ્તાની સૈન્ય અને ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવીને ખળભળાટ મચાવી દીધો છે.
આસિફા મેંગલ: ISI મુખ્યાલય પર ‘કાળ’ બનીને ત્રાટકી
બલૂચ લિબરેશન આર્મીએ તેની ‘મજીદ બ્રિગેડ’ની ત્રીજી મહિલા ફિદાયીન આસિફા મેંગલની તસવીર જાહેર કરીને પાકિસ્તાન સરકારને ચોંકાવી દીધી છે. 23 વર્ષની આસિફાએ 31 જાન્યુઆરી 2026ના રોજ નુશ્કી સ્થિત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના મુખ્યાલયને વિસ્ફોટકોથી ભરેલા વાહન (VBIED) દ્વારા નિશાન બનાવ્યું હતું.
