
Western Railway : ઘણી પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોમાં બેઠક ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાતા રેલ મુસાફરી મુશ્કેલ બની છે. ભારે ભીડને કારણે પ્રાથમિક સુવિધાઓ અપ્રાપ્ય બની રહી છે. ફેરિયાઓ અને શિસ્તના અભાવથી મુસાફરો પરેશાન છે અને સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરી રહ્યા છે.
ભારતીય રેલવેને દેશની જીવનરેખા ગણવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનેક પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોમાં અતિભીડના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બેઠક ક્ષમતા કરતાં અનેકગણાં વધુ મુસાફરો ભરાતા ટ્રેનોમાં વ્યવસ્થા બગડી છે.
