ઢસામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું:જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

બોટાદ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની સૂચના મુજબ દરેક જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં સ્નેહમિલન સમારોહ યોજવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત ગઢડા તાલુકાના ઢસા ગામે ઢસા જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપનું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના માર્ગદર્શન અને સંકલનથી આયોજિત કરાયો હતો. જેમાં જિલ્લાના ઈન્ચાર્જ અને પ્રદેશ કારોબારી સભ્ય ગણપતભાઈ કણઝરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જયરાજભાઈ પટગીર, કિરીટભાઈ હુમલ, ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભી, મહામંત્રી જીતુભાઈ તુવર, ગઢડા તાલુકા પંચાયતના સભ્યો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ આ સ્નેહમિલનમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો વચ્ચે સ્નેહબંધ મજબૂત કરવા, સંગઠનની ઘનિષ્ઠતા વધારવા અને આવનારી રાજકીય યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આગેવાનોએ સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત લોકોને સ્વદેશી અપનાવવા અપીલ પણ કરી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *