સોશ્યલ મીડિયા મહેફિલનો વીડિયો મુકવાે ભારે પડ્યું, પાંચ મહિના બાદ ત્રણ મિત્રો સામે કાર્યવાહી

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ ગોત્રી વિસ્તારના ત્રણ મિત્રોનો દારૃની મહેફિલ માણતા હોય તેવો વીડિયો વાયરલ થતાં પાંચ મહિના બાદ તેમની સામે પોલીસે અટકાયતી પગલાંની કાર્યવાહી કરી છે.

ગોત્રી વિસ્તારમાં ત્રણ મિત્રોનો એક વીડિયો વાયરલ થયો હતો.જેમાં દારૃની મહેફિલ માણતા હોય તેવા દ્શ્ય હતા અને એક મિત્ર ગ્લાસ માથે મૂકી ડાન્સ કરી રહ્યો હોય તેમ દેખાતું હતું.

આ વીડિયો વાયરલ થતાં ગોત્રીના પીઆઇ આરએન પટેલે તપાસ કરાવી મનોજ ભીખાભાઇ ભાવસાર,રમેશકુમાર શ્રીરામ સિયાક અને દિપક ગોવિંદભાઇ અગ્રવાલ (ત્રણેય રહે.વીએમસી વુડા ક્વાટર્સ,ગોત્રી)ની અટકાયત કરતાં તેમણે આવો વીડિયો બનાવી મુકવા બદલ માફી માંગી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *