
India-US Trade Deal: ભારત જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યું હતું તે ઇચ્છા પણ હવે પુર્ણ થઇ ગઇ છે. અમેરિકાએ ભારતને એક સાથે 2 ખુશખબર આપી છે. અમેરિકા તરફથી ભારતને ટેરિફની મોટી છુટ મળેલી છે. અમેરિકાએ ભારત પર લાગેલા ટેરિફને ઘટાડીને 18 ટકા કરી દીધું છે. તેનો અર્થ છે કે, અમેરિકી બજારમાં ભારતીય પ્રોડક્ટ પર હવે માત્ર 18 ટકા જ ટેરિફ લાગશે. આ પ્રકારે ટેરિફ યુદ્ધમાં ભારતે પોતાનો દમખમ દર્શાવ્યો છે.
