
Gujarat SIR Controversy: ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ ચૂકી છે, જ્યારે હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી થઈ રહી છે. જો કે, મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી લાખો ફોર્મ-7 ભરાતાં હોબાળો મચ્યો હતો. આખરે જેલ અને દંડની જોગવાઈના ડરથી ખુદ ભાજપના નેતા અને કાર્યકરોએ જ વાંધા પરત લેવા મજબૂર થવું પડ્યું હતું. પરિણામે એવુ થયું કે, રાજ્ય ચૂંટણી પંચને 14.11 લાખ ફોર્મ-7 મળ્યાં હતાં, જેની સંખ્યા રાતોરાત ઘટીને 1.83 લાખ થઈ ગઈ હતી.
