
America Iran War: અરબ સાગરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વચી ગયો છે, રોયટર્સના રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ અમેરિકન નૌ સેનાના એક એરક્રાફ્ટ કેરિયરની નજીક પહોંચેલા ઈરાની ડ્રોનને US આર્મીએ તોડી પાડ્યું છે. અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર આ ડ્રોન યુદ્ધપોતની તરફ આગળ વધી રહ્યું હતું. જેને ખતરો સમજવામાં આવ્યો, આ ઘટના ત્યારે સામે આવી જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તુર્કીમાં ચાલુ સપ્તાહમાં પરમાણુ કરાર પર વાતચીત શરૂ થવા જઈ રહી છે.
F-35 ફાઈટર જેટે શહીદ 139 ડ્રોન તોડ્યું
રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઈરાનનું શહીદ 139 ડ્રોન હતું, જેને અમેરિકન F-35 ફાઈટર જેટે હવામાં જ નિશાન લગાવી તોડી પાડ્યું, ઘટના બાદ ક્ષેત્રમાં તણાવની સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે.
