
Rahul Gandhi Letter to Om Birla : લોકસભામાં આજે બીજા દિવસે પણ ભારે હોબાળો થવાની, વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બોલતા અટકાવવાની, વિપક્ષના સાંસદો દ્વારા સ્પીકર પર કાગળો ઉછાળવાની, વિપક્ષના આઠ સાંસદોને સસ્પેન્ડ કરવાની ઘટના બની હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે.
કોંગ્રેસે શેર કર્યો રાહુલ ગાંધીનો પત્ર
કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાહુલ ગાંધીનો પત્ર શેર કરીને લખ્યું છે કે, સંસદમાં રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વના મુદ્દા ઉઠાવવા બદલ વિપક્ષના નેતાના અધિકારોથી વંચિત રાખવા મામલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકરને પત્ર લખ્યો છે. તેમણે પત્ર દ્વારા સ્પીકરને કહ્યું છે કે, ‘રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર બોલતી વખતે તમે મને એક મેગેઝિનને પ્રમાણિત કરવાનો નિર્દેશ આપ્યો હતો અને હું તેનો જ ઉલ્લેખ કરવા માંગતો હતો.
