અમદાવાદ,મંગળવાર
ઠક્કરનગરમાં બહેન ઉપર ચાકુથી હુમલો કરવા જતાં મોટાભાઇ બચાવવા વચ્ચે પડયા હતા જેથી આરોપી નાનાભાઇએ ચાકુના ઘા મારીને મોટાભાઇની હત્યા કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહેને નાનાભાઇને કલર કામમાં મદદ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી બહેન અને નાનાભાઇ વચ્ચે તકરાર થઇ હતી આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે આરોપી સામે ખૂનનો ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
તું વચ્ચેથી સાઇડમાં થઇ જા નહી તો તને ચાકુ મારીશ કહી પેટમાં ઘા માર્યા, કૃષ્ણનગર પોલીસે ખૂનનો ગુનો નાંેધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
ઠક્કરનગરમાં ઉમિયા આઇસ ફેકટરી પાસે રહેતી મહિલાએ દિયર સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પતિ કલરકામ કરતા હતા.
