વડોદરા, દારૃ વેચતા બૂટલેગરોને અંકુશમાં લાવવા માટે પોલીસે વડોદરાના મોટાભાગના બૂટલેગરો પર ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી.પરંતુ, દારૃનું સૌથી મોટું નેટવર્ક ચલાવતી ગેંગ બાકાત રહી ગઇ છે.
બે દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં કોયલીના સંતરામ મંદિર પાછળ દારૃના કટિંગ દરમિયાન દરોડો પાડી ૩૮.૨૧ લાખનો દારૃ પકડયો હતો. પોતે દારૃનો ધંધો છોડી દઇ અન્ય બિઝનેસ શરૃ કર્યો હોવાની છાપ ઊભી કરનાર બૂટલેગર લાલુ વડોદરા પોલીસની આંખમાં ધૂળ નાખતો હતો. પરંતુ, એસ.
