
Donald Trump and Pakistan News : ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ તેમજ યુરોપિયન યુનિયન (EU) સાથેના કરારે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પરના ટેરિફમાં કરેલા મોટા ઘટાડાથી પાકિસ્તાનના નિકાસ ક્ષેત્ર, ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે.
પાકિસ્તાની નિષ્ણાતોની ચિંતા: વૈશ્વિક બજારમાં ભારતનું વર્ચસ્વ વધશે
પાકિસ્તાનના ‘કોટન જીનર્સ ફોરમ’ ના અધ્યક્ષ એહસાનુલ હકે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન સરકાર કોટન અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે તાત્કાલિક નીતિઓ નહીં લાવે, તો નિકાસમાં ભારે ઘટાડો જોવા મળશે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA) ને કારણે ભારતીય ઉત્પાદનો પર ઇમ્પોર્ટ ડ્યુટી શૂન્ય થઈ ગઈ છે, જ્યારે અમેરિકાએ પણ ભારતીય સામાન પરના ટેરિફ ઘટાડીને 18-25% ની રેન્જમાં લાવી દીધા છે.
