સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામે ₹2.51 કરોડના ખર્ચે બનનારા ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે આ વિકાસકાર્યનો પ્રારંભ થયો હતો. આ રોડ નેશનલ હાઈવે (N.H.)થી હડાળા રોડ (M.D.R.) સુધી બનાવવામાં આવશે. માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ રોડ લીંબડી વિસ્તારના ગામોમાં ભૌતિક સુવિધાઓ વધારવા અને પરિવહન તેમજ કનેક્ટિવિટી સુધારવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી રહ્યો છે. આ નવનિર્મિત રસ્તો તૈયાર થવાથી સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને અવરજવરમાં રાહત મળશે. આનાથી વિસ્તારના વિકાસને પણ વેગ મળશે. ખાતમુહૂર્ત સમારોહમાં લીંબડી વિસ્તારના અગ્રણીઓ રાજભા ઝાલા, હરપાલસિંહ અને વજુભા રાણા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ, લીંબડીના નાયબ કાર્યપાલક ઈજનેર અને સેક્શન ઓફિસર પણ હાજર રહ્યા હતા.
પાણશીણામાં ડામર રોડનું ખાતમુહૂર્ત:લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે વિકાસકાર્યનો પ્રારંભ, વાહન ચાલકોને રાહત
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
