જામનગરમાં રણજીત સાગર રોડ પર વેપારી પોતાની દુકાનમાં 14 વર્ષથી નાના બાળક પાસેથી બાળમજૂરી કરાવતાં પકડાયા : પોલીસમાં ગુનો નોંધાયો

📅 Published: February 4, 2026 | 📂 Category: Uncategorized


Jamnagar : જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલી એક વેપારી પેઢીમાં શ્રમ આયુક્ત અધિકારી સહિતની ટુકડી દ્વારા તપાસણી કરવામાં આવી હતી, જ્યાં 14 વર્ષથી નાની વયના બાળક પાસેથી બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી બાળકને મુક્ત કરાવીને ચિલ્ડ્રન હોમમાં મોકલી દેવાયું છે, જ્યારે વેપારી સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો છે.

જામનગરની શ્રમ આયુક્ત વિભાગની સરકારી કચેરીના અધિકારી કે જેઓ ગઈકાલે સંયુક્ત ટિમની સાથે ચેકીંગમાં નીકળ્યા હતા, અને રણજીતસાગર રોડ પર આવેલી પંથી સેલ્સ એજન્સીમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં વેપારી જસમીનભાઈ હરિભાઈ અકબરી દ્વારા પોતાની વેપારી પેઢીમાં 14 વર્ષથી નાની વયના એક બાળકને કામે રાખવામાં આવ્યો હતો, અને તેની પાસેથી બાળ મજૂરી કરાવાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી સમગ્ર ટીમ દ્વારા બાળકને મુક્ત કરાવ્યું હતું, અને ચિલ્ડ્રન હોમમાં મોકલી આપ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *