
– યુક્રેનની પાવર ગ્રીડને નિશાન બનાવી કરાયેલો હુમલો
– કીવમાં માઇનસ 20 ડિગ્રી તાપમાનની વચ્ચે વીજળી ન હોવાથી હિટિંગ સિસ્ટમ બંધ રહેતા લોકોને ભારે હાલાકી
– રશિયાનાં હુમલામાં યુક્રેનનાં 10 લોકો ઘાયલ : વીજળી સેક્ટર પર કરાયેલો ચાલુ વર્ષનો સૌથી મોટો હુમલો
– ઝેલેન્સ્કીએ સહયોગી દેશોને વધુ એર ડિફેન્સ સપ્લાય મોકલવા અને રશિયા પર મહત્તમ દબાણ નાખવાની અપીલ કરી
કીવ : રશિયાએ સમગ્ર રાત યુક્રેન પર કરેલા એક મોટા હુમલામાં લગભગ ૪૫૦ લાંબા અંતરનાં ડ્રોન અને અલગ અલગ પ્રકારની ૭૦ મિસાઇલ છોડી હતી તેમ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
