બોટાદ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની સૂચના અનુસાર, દરેક જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં સ્નેહમિલન સમારોહ યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત, બોટાદના લાખેણી જિલ્લા પંચાયત બેઠકમાં લાખેણી ગામે ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. આ સ્નેહમિલન બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના માર્ગદર્શન અને સંકલનથી યોજાયું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, કાર્યક્રમના જિલ્લા ઇન્ચાર્જ અને પ્રદેશ કારોબારી સભ્ય ગણપતભાઈ કણઝરીયા, તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, બોટાદ તાલુકા પંચાયતના સભ્યો, ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકરો વચ્ચે સ્નેહબંધ મજબૂત કરવાનો અને સંગઠનની ઘનિષ્ઠતા વધારવાનો હતો. આ દરમિયાન, આગામી રાજકીય યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આગેવાનોએ સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત લોકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે અપીલ પણ કરી હતી.
બોટાદના લાખેણી ગામે ભાજપનું સ્નેહમિલન યોજાયું:જિલ્લા પંચાયત શક્તિ કેન્દ્રના હોદ્દેદારો, સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
