
Silver Price Crash Explained : તાજેતરમાં વૈશ્વિક કોમોડિટી બજારમાં ચાંદીના ભાવમાં 1980 પછીનો સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો નોંધાયો. એક જ ટ્રેડિંગ સેશનમાં ભાવમાં 32%થી વધુ ઘટાડો થતા લાખો રોકાણકારો અચંબામાં મુકાઈ ગયા. કરોડો ડૉલર જેટલું બજાર મૂલ્ય મિનિટોમાં ઘટી ગયું અને કિંમતી ધાતુઓના બજારની પારદર્શિતા અને માળખાકીય નબળાઈઓ અંગે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ. આ ઘટના સામાન્ય બજાર સુધારાની જેમ દેખાતી હોવા છતાં કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, આ ઘટાડા પાછળ બજારની રચના, ભારે લિવરેજ, માર્જિન લિક્વિડેશન અને દિગ્ગજ બેંક જેપી મોર્ગન જેવા મોટા સંસ્થાગત ખેલાડીઓની વ્યૂહાત્મક ચાલ જેવા પરિબળો કારણભૂત હતા.
ચાંદીના બજારમાં આવેલો નાટ્યાત્મક ઘટાડો
