
હવે પાલિકાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે અધૂરા કામો ઝડપથી પુરા કરવા તંત્ર રઘવાયું બની ગયું છે. પરિણામે પુરા કરાતા અધૂરા કામોમાં ધાંધિયા શરૂ થયા છે. કેટલીય જગ્યાએ કોઈક કારણોસર ખોદાયેલા ખાડાનું યોગ્ય પુરાણ નહીં થતા કેટલીક જગ્યાએ જમીનો બેસી જવાના બનાવો હવે છાશવારે બની રહ્યા છે ત્યારે રાજમહેલ રોડની ખાડિયા પોળના ના કે આવા જ ખોદાયેલા ખાડાનું યોગ્ય રીતે પુરાણ નહીં થતાં 14 પૈડાની તોતિંગ ટ્રક ફસાઈ ગયાનો વિડીયો વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરના અકોટા વિધાનસભા વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 13માં સમાવિષ્ટ રાજમહેલ રોડ, ખાડિયા પોળ-૨ના જાહેર માર્ગ પર હાલમાં પાણી લાઈનની કામગીરી ચાલુ છે.
