
અમદાવાદ : ભારત ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેકશનો, ખાસ કરીને વિદેશી પ્લેટફોર્મ્સ સાથે સંકળાયેલા વ્યવહારો પર કડક દેખરેખ રાખવાની નજીક આગળ વધી રહ્યું છે. સરકાર ૧ એપ્રિલ, ૨૦૨૭થી આંતરરાષ્ટ્રીય ટેક્સ સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવી રહેલી વૈશ્વિક માહિતી-શેરિંગ સિસ્ટમ હેઠળ અન્ય દેશો સાથે ક્રોસ-બોર્ડર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ડેટાનું વિનિમય શરૂ કરશે.
અધિકારીઓએ જણાવ્યું કે આ તૈયારી પહેલાથી જ ચાલી રહી હતી, જ્યારે કેન્દ્રીય બજેટમાં ક્રિપ્ટો પ્લેટફોર્મ અને મધ્યસ્થીઓના રિપોર્ટિંગ નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે કડક દંડની દરખાસ્ત કરવામાં આવી છે કારણકે ભારત વૈશ્વિક વિનિમય પદ્ધતિમાં જોડાઈ રહ્યું છે.
ક્રિપ્ટો-એસેટ રિપોર્ટિંગ ફ્રેમવર્ક (સીએઆરએફ) હેઠળ ડેટા એક્સચેન્જ થશે.
