ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ફોર્મ ભરવા માટે તમામ કોલેજોને સૂચના આપી છે. તમામ કોલેજોના આચાર્યને સેમેસ્ટર એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ ગુજરાત યુનિવર્સિટીમાં જમા કરાવવા સૂચના આપવામાં આવી છે. આગામી 4 ડિસેમ્બર સુધી રેગ્યુલર અને ત્યારબાદ 9 ડિસેમ્બર સુધી લેટ ફી લેવામાં આવશે. જરૂરી બીડાણો લગાવી નિયત પત્રક અને ફી કોલેજોએ સમયસર જવા કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીની તમામ કોલેજો માટે એનરોલમેન્ટ ફોર્મની કિંમત 25 રૂપિયા અને એનરોલમેન્ટ ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન દરેક ફેકલ્ટીના અલગ અલગ ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ની યાદી જમા કરાવતા પહેલા તમામ ચકાસણી કરવાની પણ કોલેજોને સૂચના આપવામાં આવી છે. તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ ડેવલોપમેન્ટ ફી અને એનરોલમેન્ટ ફોર્મ અલગ અલગ ડ્રાફ્ટ સાથે જમા કરાવવી પડશે. ડેવલોપમેન્ટ ફી વગર એનરોલમેન્ટ ફી ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.
સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ફોર્મ ભરવા કોલેજને સૂચના:4 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી અને 9 ડિસેમ્બર સુધી લેટ ફી લેવાશે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ ડેવલપમેન્ટ ફી ભરવી પડશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
