
Fire Broke out in Khadia Police station Parking: અમદાવાદ શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે(6 ફેબ્રુઆરી) બપોરે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટેશનના ખુલ્લા પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનોમાં અંદાજે 25 જેટલી મોટરસાયકલો આ આગની ચપેટમાં આવી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, શુક્રવારે સાંજે અંદાજે 4:20 વાગ્યે ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં આગ લાગી હતી. આ જગ્યાએ વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા ટુ-વ્હીલર (મુદ્દામાલ) રાખવામાં આવ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.
