
શહેરના ખંડેરાવ માર્કેટની પાછળ આવેલી હિંમત ભવનની ચાલીમાં છેલ્લા દોઢ મહિનાથી પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. શહેરના વોર્ડ નંબર ૧૩માં સમાવિષ્ટ આ વિસ્તારમાં હાલ પાણી માટે સંપૂર્ણપણે ટેન્કર પદ્ધતિ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે, જેના કારણે રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
પાણીની સમસ્યાથી કંટાળી આજે વિસ્તારના રહીશો મહોલ્લામાં એકત્ર થયા હતા અને મ્યુનિ. કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન રહીશોએ મ્યુનિ.
