વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી અકોટા ટાઉનશિપમાં રહેતા હુસેનભાઈ શેખના પાંચ વર્ષીય પુત્ર હસન શેખે ઘરે આવેલા મહેમાનોના બાળકો સાથે રમતાં-રમતાં મધ્યમ કદનો એક રૂપિયાનો સિક્કો મોઢામાં મૂકી દીધો હતો અને બોલવા જતાં એ સિક્કો અન્નનળીમાંથી સીધો પેટમાં ઉતરી ગયો હતો. આ બનાવની જાણ થતાં જ પરિવારજનોએ હસનને તાત્કાલિક સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે બાળકને ENT વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો , જ્યાં એક્સ-રે કરાવવામાં આવ્યા હતા. એક્સ-રેમાં સિક્કો અન્નનળી, શ્વાસનળી કે છાતીમાં ફસાયેલો ન જણાતાં ડોક્ટરોએ પુષ્ટિ કરી કે સિક્કો પેટમાં ઊતરી ગયો છે અને આવા કિસ્સામાં સામાન્ય રીતે કોઈ જોખમ રહેતું નથી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, “સિક્કો કુદરતી રીતે મળ-મૂત્ર દ્વારા બહાર નીકળી જશે, તે માટે ચિંતા કરવાની જરૂર નથી.” આ સલાહ બાદ હસનના પિતા હુસેનભાઈએ હોસ્પિટલમાંથી પોતાની જવાબદારીએ રજા લઈ લીધી અને ઘરે પરત ફર્યા હતા. ઘરે આવ્યા બાદ પરિવારે પોતાના ફેમિલી ડોક્ટરને પણ આ બાબત બતાવી હતી. ફેમિલી ડોક્ટરે પણ સયાજી હોસ્પિટલના ડોક્ટરોની સલાહને સંપૂર્ણપણે સમર્થન આપતાં જણાવ્યું કે, કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, સિક્કો આગામી થોડા દિવસોમાં કુદરતી રીતે જ બહાર આવી જશે. આ બનાવ બાદ પરિવારે મોટી રાહત અનુભવી છે અને હસન હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે તેમજ ઘરે જ રમી-કૂદી રહ્યો છે. પરિવાર તરફથી અપીલ કરવામાં આવી છે કે નાના બાળકો પાસે સિક્કા કે નાની વસ્તુઓ ન મૂકવી જોઈએ, જેથી આવી ઘટનાઓ ટાળી શકાય.
માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો:બાળક ઘરે રમતાં રમતાં રૂપિયા 1નો સિક્કો ગળી ગયું, સયાજી હોસ્પિટલમાં સારવાર લીધી, રૂપિયો પેટમાં હોવાથી હાશકારો અનુભવ્યો
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
