
અમદાવાદ : જો તમને લાગે કે ફક્ત પગારદાર વર્ગ જ સૌથી વધુ આવકવેરા ચૂકવે છે અથવા સંખ્યામાં સૌથી વધુ છે, તો તમે ખોટા હોઈ શકો છો. ક્લિયરટેક્સના ‘હાઉ ઇન્ડિયા ફાઇલ્ડ ઇન ૨૦૨૫’ રિપોર્ટ અનુસાર, ભારતમાં આવકવેરા ફાઇલિંગમાં પગારદાર વર્ગ પાછળ છે. જયારે હાઇબ્રિડ ઇન્ડિયન્સનો વ્યાપ વધી રહ્યો છે. આ એવા લોકો છે જે ત્રણ ક્ષેત્રમાંથી એટલે કે રોજગાર, વ્યવસાય અથવા વ્યાવસાયિક કાર્ય અને રોકાણ થકી પૈસા કમાય છે.
૨૦૨૫ માં ITR-3 ફાઇલ કરનારાઓની સંખ્યામાં પાછલા વર્ષની તુલનામાં ૪૫ ટકાનો વધારો થયો છે.
