'તને સસ્પેન્ડ કરાવી દઈશ…' ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારનું મેમો ફાડતાં પોલીસકર્મીને કારચાલકની ધમકી

📅 Published: February 7, 2026 | 📂 Category: Uncategorized

Ranip D-Mart crossroads incident

Ranip D-Mart crossroads incident: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા પોલીસકર્મીઓ પર હુમલા અને ફરજમાં રૂકાવટની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટનામાં, રાણીપ ડી-માર્ટ ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ ભંગ કરવા બદલ દંડ વસૂલનારા પોલીસકર્મી સાથે ઘર્ષણ કરનાર ફોર્ચ્યુનર કારના ચાલકની પોલીસે ધરપકડ કરી છે.

આરોપીએ માત્ર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જ નહોતું કર્યું, પરંતુ ફરજ પરના પોલીસકર્મીને નોકરી પરથી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી તેમની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. આ ગંભીર ગેરવર્તણૂક બદલ ‘બી’ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *