
India-US Trade Deal Framework : અમેરિકા તરફથી પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે. અમેરિકા અને ભારતે ટ્રેડ ડીલ માટેનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે, પરંતુ આનાથી પાકિસ્તાનની ચિંતામાં મોટો વધારો થયો છે. સવાલ એ છે કે, અમેરિકાએ એવું તો શું કર્યું કે શહબાઝ શરીફ અને આસિમ મુનીરની ઊંઘ ઉડી ગઈ? હકીકતમાં, અમેરિકાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoK ને ભારતનો હિસ્સો માન્યો છે. ભારત હંમેશા માનતું આવ્યું છે કે, PoK ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાને તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. હવે અમેરિકાએ પણ ભારતની આ વાત પર મહોર મારી દીધી છે. અમેરિકાએ જે નકશો જાહેર કર્યો છે, તે સ્પષ્ટ દર્શાવે છે કે પાકિસ્તાનનો કબજો ગેરકાયદેસર છે અને PoK ભારતનો જ ભાગ છે.
