
Baba Vanga Prediction : બાબા વેંગાનું નામ ફરી એકવાર સોશિયલ મીડિયા અને સમાચારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એવું માનવામાં આવે છે કે બલ્ગેરિયાના આ ભવિષ્યવક્તાએ વિશ્વની મોટી ઘટનાઓની અગાઉથી આગાહી કરી હતી. અત્યારે જ્યારે દુનિયા મોંઘવારી, ચલણમાં ઉતાર-ચઢાવ અને ધીમા આર્થિક વિકાસ સાથે ઝઝૂમી રહી છે, ત્યારે ‘કેશ ક્રાઈસીસ’ (રોકડ સંકટ) અંગેની તેમની કથિત ભવિષ્યવાણીએ એક નવી ચર્ચા જગાવી છે.
બાબા વેંગાની રોકડ સંકટની ચેતવણી
બાબાની ભવિષ્યવાણીઓ મુજબ, બાબા વેંગાએ એવા ભવિષ્યની ચેતવણી આપી હતી જ્યાં કાગળનું ચલણ (Paper Currency) તેની પૂરેપૂરી કિંમત ગુમાવી દેશે, જેના કારણે વિશ્વભરમાં રોકડની અછત સર્જાશે.
