
Haryana Surajkund Fair Tragedy: હરિયાણાના ફરીદાબાદમાં આયોજિત સૂરજકુંડ મેળામાં શનિવારે (સાતમી ફેબ્રુઆરી) મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મેળામાં એક વિશાળ રાઈડ અચાનક તૂટી પડતા મેળામાં હાજર લોકોમાં અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં એક પોલીસ અધિકારીનું મોત થયું. આ સિવાય અંદાજે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
