
– ત્રિપક્ષીય મંત્રણામાં સામેલ થવા ચીનનો ઇન્કાર
– અમેરિકાએ ગુપ્ત રીતે પરમાણુ પરિક્ષણ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. ચીને તે આક્ષેપોને પાયા વિનાના અને ખોટા પ્રચાર તરીકે જણાવ્યા છે
નવી દિલ્હી : પરમાણુ શસ્ત્રો નિયંત્રિત કરવા માટે, અમેરિકા અને રશિયા વચ્ચે સૌથી મહત્વપૂર્ણ સંધિ START (ન્યુ સ્ટ્રેટેજિક આર્મ્સ રીડકશન ટ્રીટી) ૫મી ફેબ્રુઆરી ૨૦૨૬માં પૂરી થઈ ગઈ છે. સાથે વૈશ્વિક સલામતી અંગે ચિંતા વધી રહી છે. તેવામાં અમેરિકા અને ચીન સામસામા ઘૂરકી રહ્યા છે.
