
– ‘અમેરિકાનું વલણ બહુ સ્પષ્ટ છે તેમાં કશો ફેરફાર થશે નહીં અમેરિકાનું રાજકીય નેતૃત્વ ભારતના રાજકીય નકશા સાથે સંમત છે’
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, પાકિસ્તાન તે મુદ્દાએ ભલે ગમે તેટલો વિવાદ કરે પરંતુ તે અંગે સૌથી વધુ કડક વલણ અપનાવવા સાથે જમ્મુ અને કાશ્મીરને સ્પષ્ટત: ભારતનું અભિન્ન અંગ ગણતો દેશ, તે બીજો કોઈ નહીં પરંતુ વિશ્વની સૌથી સબળ તાકાત તેવો અમેરિકા છે.
અમેરિકાની વ્યાપાર પ્રતિનિધિ ઑફિસે ભારતનો એક નકશો પ્રકાશિત કર્યો છે જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને ભારતનો ભાગ દર્શાવવામાં આવ્યું છે. તેમાં પાકિસ્તાને ગેરકાયદે કબ્જે કરેલો કહેવાતો ‘આઝાદ કાશ્મીર’ના પ્રદેશ પણ સમગ્ર કાશ્મીરમાં સામેલ કરેલો છે.
