
Surat Textile Market Fire: સુરતમાં ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં રવિવારે (આઠમી ફેબ્રુઆરી) વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ખાતામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું.
