
Awami League Leader Ramesh Chandra Sen Dies : બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. આ દરમિયાન પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી ‘આવામી લીગ’ના વરિષ્ઠ હિન્દુ નેતા રમેશ ચંદ્ર સેનનું જેલમાં શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું છે, જેના કારણે જેલ પ્રશાસન અને સારવારની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
કોણ હતા રમેશ ચંદ્ર સેન?
30 એપ્રિલ 1940ના રોજ જન્મેલા રમેશ ચંદ્ર સેન આવામી લીગના દિગ્ગજ નેતા અને ઠાકુરગાંવ બેઠક પરથી અનેક વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2024ની વિવાદાસ્પદ ચૂંટણીમાં પણ તેમણે આ બેઠક પર વિજય મેળવ્યો હતો.
