
Major Deals Signed Between India Malaysia : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમની હાજરીમાં ભારત અને મલેશિયા વચ્ચે છ મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કુઆલાલંપુરમાં યોજાયેલી આ દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન બંને દેશોએ સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા સંમતિ દર્શાવી હતી.
PM મોદી હાલ મલેશિયાના પ્રવાસે
વડાપ્રધાન મોદીની બે દિવસીય મલેશિયા મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર, આ મુલાકાત ભારત-મલેશિયાની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની દિશામાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.
