
– અંબાળામાં પાટડી દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી
– આગામી દિવસોમાં સામાજિક સુધારણાના નિયમોનો અમલ કરવા માટે બેઠક મળશે, નિયમોના ભંગ કરનારને 51 હજાનો દંડ
સુરેન્દ્રનગર : સાડાના અંબાળા ગામે આવેલા આશ્રમમાં પાટડી- સાડા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સામાજિક સુધારણા અંગે ચર્ચા વિચારણા કરીને વિવિધ નિયમો બનાવાયા છે. આગામી દિવસોમાં સામાજિક નિયમોનું આગામી દિવસોમાં બેઠક કરીને અમલ કરાશે.આ નિયમોનો ભંગ કરનાર વ્યકિતએ ૫૧ હજાર નજીકમાં ચાલતી શૈક્ષણિક સંસ્થામાં દાન આપવા પણ ઠરાવાયું છે. આ બેઠકમાં સમાજના વિવિધ રાજકીય પક્ષોના આાગેવાનો, યુવાનો સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
