
– સાડી અને ઈમીટેશનના ધંધામાં નફાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું
– શરૂઆતમાં થોડો નફો આપી વિશ્વાસ કેળવ્યા બાદ મોટી રકમનું રોકાણ કરાવી વિશ્વાસઘાત કર્યો
ભાવનગર : મહુવાના યુવક અને વૃદ્ધને સાડી અને ઈમીટેશનના ધંધામાં નફાની લાલચ આપી રોકાણ કરાવી શરૂઆતમાં થોડો નફો આપી વિશ્વાસ કેળવ્યા બાદ મોટી રકમનું રોકાણ કરાવી મહુવાના નાના પીપળવના વતની અને હાલ સુરત રહેતા શખ્સે કુલ રૂ.૪૯.૭૯ લાખની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
