અમદાવાદમાં પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર માટે ગુજરાતમાં પ્રથમવાર CNG આધારિત ડોગ ક્રિમેટોરિયમ કાર્યરત

📅 Published: February 9, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા ગુજરાતમાં પેટ ડોગ ઓનર્સ માટે સૌપ્રથમવાર કોર્પોરેશન સંચાલિત CNG બેઝ્ડ ક્રિમેટોરિયમ મશીન પેટ ડોગ્સની અંતિમવિધિની સુવિધા માટે કાર્યરત કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કોર્પોરેશન સંચાલિત શહેરી વિસ્તારમાં પણ આ પ્રથમ પેટ ડોગ ક્રિમેટોરિયમ છે. 

પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર માટે CNG આધારિત ડોગ ક્રિમેટોરિયમ કાર્યરત

ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા એબીસી રૂલ્સ–2023 તથા NAPRE–2030 મુજબ રખડતા શ્વાનના રસીકરણ અને ખસીકરણ, પેટ ડોગ રજીસ્ટ્રેશન, બીમાર શ્વાનની તબીબી સારવાર, ડેડીકેટ ફીડીંગ સ્પોટ, વેલ્ફેર પ્રવૃત્તિઓ, સારવાર તથા સાર-સંભાળ જેવી વિવિધ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત અમલમાં મુકાઈ રહી છે. આ જ નિયમોના અનુસંધાને મૃત પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી સદગત જીવાત્માને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવાની સુવિધા AMC દ્વારા શરૂ કરવામાં આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *