રાજકોટથી મુંબઈની કાલની 2 ફ્લાઈટ રદ:મુંબઈ એરપોર્ટ પર રન વેના કામને લીધે સાંજની હવાઈ સેવા ખોરવાશે

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

મુંબઈ એરપોર્ટ ઉપર ગુરુવારે (20 નવેમ્બર) ના સાંજે રન વે નું કામ હોવાને કારણે તમામ ફ્લાઈટની અવરજવર બંધ રાખવામાં આવી છે જેને લીધે દેશભરમાંથી મુંબઈ જતી આવતીકાલની તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી છે જેથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની એર ઇન્ડિયા અને ઇન્ડિગોની સાંજની 1-1 ફ્લાઈટ રદ થશે. જેને કારણે હવાઈ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે જોકે સવારની તમામ ફ્લાઈટ રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજકોટથી મુંબઈની ઈન્ડિગોની સાંજે 4.55 વાગ્યાની ફ્લાઈટ રદ જાહેર કરવામાં આવી છે જ્યારે એર ઇન્ડિયાની સાંજે 6.05 વાગ્યાની રાજકોટથી મુંબઈની ફ્લાઈટ પણ રદ થઈ છે. જેથી આવતીકાલે સાંજે રાજકોટથી મુંબઈ જવા માંગતા મુસાફરોને તકલીફનો સામનો કરવો પડશે. જોકે આ પરિસ્થિતિ માત્ર રાજકોટના જ મુસાફરોને નહીં પરંતુ સમગ્ર દેશના મુંબઈ જવા માગતા મુસાફરોને પડશે. રાજકોટથી એર ઇન્ડિયાની દરરોજ મુંબઈની 2 ફ્લાઈટ ઉડાન ભરે છે. જેમાં એક સવારની અને એક સાંજની છે. જ્યારે ઈન્ડિગોની મુંબઈની 3 ફ્લાઇટ ઉડાન ભરે છે. જેમાંથી ગઈકાલે બંને એરલાઇન્સની રાજકોટ થી મુંબઈ જતી એક -એક ફ્લાઈટ રદ જાહેર કરવામાં આવતા મુસાફરોની મુશ્કેલી પડશે જોકે આ મુશ્કેલી આવતીકાલે માત્ર એક દિવસ માટે જ રહેશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *