
– વેરાવળથી અમદાવાદ તરફ જઈ રહેલી કાર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો
– મર્સિડિઝ કાર અન્ય કારના દરવાજા સાથે અથડાતા સાત-આઠ શખ્સોએ તોડફોડ કરી ડ્રાઈવરને માર માર્યો
ભાવનગર : શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી હોય તેમ તળાજાના પસવી ગામ પાસે વેરાવળથી અમદાવાદ તરફ જઈ રહેલી મર્સિડિઝ કારમાં અજાણ્યા સાત-આઠ શખ્સોએ તોડફોડ કરી ધોળા દિવસે રૂ.૩ લાખની લૂંટ ચલાવી ડ્રાઈવરને માર માર્યો હતો. મર્સિડિઝ કાર અન્ય કારના દરવાજા સાથે અથડાતા માથાકૂટ સર્જાઈ હતી. આ મામલે દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
