
Gujarat MLAs May Get Allowance Hike : થોડાક વખત પહેલાં જ બધા ધારાસભ્યોને માસ્ટર રૂમ, લિવિંગ રૂમ સાથે અન્ય આધુનિક સુવિધાથી સજ્જ લક્ઝુરિયસ ફ્લેટ સુપરત કરાયા છે. હવે આ જ ધારાસભ્યોના મુસાફરી સહિત અન્ય ભથ્થાં વધારવા માટે પણ સરકારે વિચારણા હાથ ધરી છે. નાના મુદ્દે મતમતાંતર ધરાવતા શાસક પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો સુવિધા અને લાભ મેળવવામાં એકમત ધરાવે છે. પ્રજા અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે જ્યારે ધારાસભ્યો પ્રજાના ટેક્સના પૈસે જલસા કરી રહ્યા છે. બધી જ સુખસુવિધાઓ મેળવી રહ્યા છે. થોડાક વખત અગાઉ જ જર્જરિત સદસ્ય નિવાસ ખાલી કરીને ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને લક્ઝુરિયસ ફ્લેટ આપવામાં આવ્યા છે.
