
Hindu Merchant Killed in Bangladesh : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર, લૂંટ અને હત્યાની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેમ વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે. દેશમાં 12મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે, જોકે તે પહેલા મૈમનસિંહ જિલ્લાના ત્રિશાલ તાલુકામાં હથિયારધારી તત્ત્વોએ દૂકાનમાં ઘૂસી એક હિન્દુ વેપારીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધા છે. મૃતકના પુત્રએ આક્ષેપ કર્યો છે કે, હુમલાખોરો દુકાનમાંથી લાખોનું બાંગ્લાદેશી ચલણ લૂંટી ગયા છે.
વેપારીને હથિયાર ઝિંકી દુકાનમાં જ બંધ કરીને નાસી ગયા
બાંગ્લાદેશી મીડિયા આઉટલેટ આઈટીવીએ મૃતકના પરિવાર અને પોલીસને ટાંકીને કહ્યું છે કે, ‘હુમલાખોરો ત્રિશાલ તાલુકાના બોગર માર્કેટમાં હોબાળો કરતા આવ્યા હતા.
