
Ajit Pawar Plane Crash Case : મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થવા મામલે ભત્રિજા રોહિત પવારે ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા ખળભળાટ મચી ગયો છે. શરદ પવારની પાર્ટી NCPSPના નેતા રોહિતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ઘટનાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને પ્લેન ક્રેશની ઘટના ષડયંત્ર હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. તેમણે એવું પણ કહ્યું છે કે, મહારાષ્ટ્રના લોકો સવાલ કરી રહ્યા છે કે, ઘટના વાસ્તવમાં દુર્ઘટના હતી કે તેની પાછળ કોઈ ષડયંત્ર હતું?.
રોહિત પવારનું ભાવુક નિવેદન
રોહિત પવારે ભાવુક થતા કહ્યું છે કે, ‘અજિત દાદાનું 28 જાન્યુઆરીએ પ્લેન ક્રેશની દુર્ઘટના નિધન થયું છે, પરંતુ હજુ પણ ઘણા લોકોને વિશ્વાસ નથી કે, દાદા હવે દુનિયામાં નથી.
