વિધાનસભા હેલિપેડ ગ્રાઉન્ડમાં ઝેરી ખાડચીતળા સાપ મળ્યો:બે દિવસમાં બીજી ઘટના, બ્લોક–14 સામેના પાર્કિંગમાં મળેલા બચ્ચાને રેસ્ક્યૂ કરી કોતરમાં છોડી દેવાયો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

વિધાનસભાની પાછળ આવેલા હેલિપેડ ગ્રાઉન્ડમાં આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ અચાનક ખડચિતળો જેવા અતિ ઝેરી સાપ દેખાતાં બાગાયત વિભાગના કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. લોન કાપવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ઘાસમાંથી આ સાપ બહાર આવતાં તરત જ કર્મચારીઓએ અધિકારીઓને જાણ કરી હતી. સાપને રેસ્ક્યૂ કરીને રોડ કિનારે કુદરતી કોતરામાં છોડી દેવાયો
માહિતી મળતા જ વિધાનસભાના વર્ગ-2ના અધિકારી ધર્મેન્દ્ર ત્રિવેદી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે કોઈને ઈજા ન થાય તે રીતે આ આશરે ચાર ફૂટ લાંબા ખડચિતળા સાપને સુરક્ષિત રીતે પકડીને રોડ કિનારે આવેલા કુદરતી કોતરામાં છોડી દીધો હતો. ધર્મેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા મુજબ ખડચિતળો ‘ફોર ડેડલી’ એટલે કે માનવ માટે જોખમી સાપોમાંનો એક છે. અત્યંત ગુસ્સાવાળા સ્વભાવને કારણે તેને ‘દુર્વાસા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. બે દિવસમાં બીજી વાર સાપની એન્ટ્રી
પરમ દિવસે પણ આવી જ પ્રજાતિનું લગભગ એક ફૂટ લાંબું બચ્ચું બ્લોક નંબર 14 સામેના પાર્કિંગ વિસ્તારમાં જોવા મળ્યું હતું. સતત બે દિવસમાં સાપ જોવા મળતાં સચિવાલય વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે. તંત્રને આગામી સમયમાં વધુ સાવચેતી રાખવા સ્ટાફને અપીલ
ધર્મેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા અનુસાર, હાલના દિવસોમાં વિસ્તાર આસપાસ સાપોની હલચલ વધેલી જોવા મળી રહી છે. પાર્કિંગ, ગાર્ડન વિસ્તાર, લોન પાસે અથવા ઝાડીઓની નજીક જતા સમયે ખાસ સતર્કતા રાખવી. કોઈપણ પ્રકારનું સરસરતું પ્રાણી દેખાય તો જાતે હડબડાટ ન કરવો, તરત જ સુરક્ષા કર્મચારીને જાણ કરવી. સમયસરની કાર્યવાહીથી બંને ઘટનાઓમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો, પરંતુ તંત્રએ આગામી સમયમાં વધુ સાવચેતી રાખવા સ્ટાફને અપીલ કરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *