ગોત્રીરોડના મકાનમાં આગ ચાંપી ધમકી આપનાર શખ્સની ધરપકડ

📅 Published: February 11, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ ગોત્રીરોડના એક મકાનમાં આગ ચાંપનાર શખ્સ સો ગોરવા પોલીસે ગુનો નોંધી ઝડપી પાડયો છે.

સૂર્યોદર પાર્કમાં આવેલા એક મકાનમાં ગઇકાલે સવારે એક શખ્સ દ્વારા અદાવતને કારણે ગેલેરીમાં મુકેલા સામાનને આગ ચાંપવામાં આવી હતી.જેને કારણે વોશિંગ મશીન અને અન્ય ચીજોને નુકસાન થયું હતું.આગની જ્વાળાઓને કારણે ઉપરના મકાનના દરવાજાને પણ નુકસાન થયું હતું.

ત્યારબાદ આરોપીએ પરિવારજનને પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *