
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા પૂરી થયાના ૬ મહિના પછી પણ ૨૦૦૦ વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ એડમિશન યથાવત છે.આ વિદ્યાર્થીઓ હજી પણ નિયમિત વિદ્યાર્થીઓની કેટેગરીમાં મૂકાયા નથી.
મળતી વિગતો પ્રમાણે ગુજરાત સરકારના જીકાસ પોર્ટલ હેઠળ થયેલી પ્રવેશ પ્રક્રિયા હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ ડોક્યુમેન્ટ જમા કરાવવાના હતા.
