
USA and Donald Trump News: કહેવત છે કે હાથના કર્યા હૈયે વાગ્યા, અત્યારે અમેરિકાના કિસ્સામાં તે એકદમ સાચી પડી રહી છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના હાથે થયેલા કર્મો હવે અમેરિકન પ્રજાને ફક્ત હૈયે જ નહીં લમણે પણ વાગી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે અપનાવેલી આર્થિક નીતિઓના કારણે અમેરિકન અર્થતંત્રમાં તેમના શાસનના એક વર્ષની અંદર જ મંદીના ભણકારા વાગવા લાગ્યા છે. રોજગાર વૃદ્ધિ દર 2020ના કોવિડના સમયગાળાને બાદ કરતાં 13 વર્ષના તળિયે 3.3 ટકાએ પહોંચી ગયો છે.
