
Mahashivratri 2026 : સુરત સહિત સમગ્ર વિશ્વમાં શિવરાત્રિ દરમિયાન ઘીના કમળ ચઢાવવાનો મહિમા સદીઓથી ચાલતો આવ્યો છે અને હવે શિવરાત્રિ નજીક આવી રહી છે તેમ-તેમ સુરતમાં ઘીના કમળ બનાવનારા કલાકારો સૌથી વ્યસ્ત જોવા મળે છે. શિવજીને ચઢાવવામાં આવતા ઘીના કમળ બનાવવાની કળા ઘણી જ મુશ્કેલ છે તેથી આવા કલાકારોની સંખ્યા ઓછી છે અને કમળની સંખ્યા વધુ હોવાથી આવા કલાકારોની ડિમાન્ડ સતત વધી રહી છે.

શહેરમાં આવા નિષ્ણાત કલાકારોની સંખ્યા ઓછી છે, જ્યારે માગ દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને મોટા શિવ મંદિરોમાં વિશાળ આકારના કમળની માગ રહેતી હોવાથી કલાકારોને સતત ઓર્ડર મળતા રહે છે.
