
નાગા સાધુઓ ભગવાન શિવને પોતાના આરાધ્ય દેવ માને છે : નાગા સાધુઓ માટે ‘જટા’ એ માત્ર લાંબા વાળ નથી પણ તેમના આધ્યાત્મિક જીવનનું એક અત્યંત મહત્વનું પ્રતીક છે
જૂનાગઢ, : ભવનાથના મેળામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર નાગા સાધુઓ હોય છે. નાગા સાધુઓ શિવ સ્વરૂપે આવતા હોવાથી તેના દર્શન માટે લાખોની સંખ્યામાં યાત્રિકો ભવનાથના મેળામાં ઉમટી પડે છે. આ સાધુઓ જટા અને દાઢી રાખે છે તેનું પણ વિશેષ મહત્વ છે.
ગિરનારની તળેટીમાં ભવનાથના મેળામાં આવતા સાધુઓ, ખાસ કરીને નાગા સાધુઓ માટે ‘જટા’ એ માત્ર લાંબા વાળ નથી, પણ તેમના આધ્યાત્મિક જીવનનું એક અત્યંત મહત્વનું પ્રતીક છે.
